સાર આ વાતો કરી સમજાય શું?
ને કથા વાંચી હવે બોલાય શું.
સાથ તારો ચાહું જીવનભર હવે,
તો ભરોસો એમ વ્હાલા થાય શું?
રોશનીના રંગ ઝાખા થઈ ગયાં,
જિંદગીનો અંત આજે હાય શું ?
આંગળી ઝાલી તને આગળ કરી,
બોલ બીજુ કોઈ ત્યાં રોકાય શું?
કેમ કાજલ ભૂલવું સગપણ તારું ,
પાત્ર તારું રોજ ભજવી જાય શું ?
કાજલ
કિરણ પિયુષ શાહ
છંદ ગાલગાગા ગાલગાગા ગાલગા
Leave a Reply