ચાહતનો દરિયો માંગ્યો લાગણીની હાર બધું જ તો?
કર્યો ફેસલો આજ વાતનો હવે આરપાર બધું જ તો.
વરસે લાગણી હવે આ વરસાદ બની ચારેકોર,
ઝરમર કેમ વરસે?, મને ગમે મૂશળધાર બધું જ તો.
સ્નેહ મળ્યો ચારેકોરથી એવોને એટલો કાયમ હવે,
જોળી ભરાઈ વ્હાલને દુઆથી આજ અમારી, અપાર બધું જ તો.
બીન માંગે મોતીના મળ્યા દાન હંમેશ તારી પાસે થી મને તો,
કૃપા ઈશ્ર્વરની વરસી રહી મારી પર અપરંપાર બધું જ તો.
કાજલ નામ લેતા અઘીરી બની શ્રી હરિ દર્શનની,
ના રાધા ના મીરા હું તો દિવાની છું, હવે ધાર બધું જ તો.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply