સરભર હવે
ગાલગાગા ગાલગાગા ગાલગા
ગણતરી ખોટી પડી મંતર હવે .
કેટલા આ દાખલા સરભર હવે.
પાદરે આવી વળી પાછી પિયુ,
ધારણા તારી કરી પળભર હવે .
લ્યો અલગથી ક્યાં કશું ઉગાડવું ?
લાગણીનો છોડ ઉગ્યો અંદર હવે.
ઝાંઝવા દેખાય ચોબાજૂ વળી,
યાદના આ ડુંગરા કંકર હવે.
વાટ કાજલ જોઈ થાકી રાહમાં ,
આજ ભૂલી કાલના અંતર હવે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply