લગાગા લગાગા લગાગા લગાગા
ધરમની જરાતો શરમ કોઈ રાખો
રહે દૂર એવા કરમ કોઈ રાખો .
તમારી હથેળી હવે રાખુ ઝાલી,
પહેલા ફરીને ભરમ કોઈ રાખો.
નહીં હું કહું ને નહીં કઈ લખું જો,
વધારી કહેવું, શરમ કોઈ રાખો.
હજીતો સવારે મળીને ગયાંતા,
બહાનું હવેતો, ગરમ કોઈ રાખો.
તમારી કસમ જો બધું યાદ રાખું
તમારું ચલણ છે. નરમ કોઈ રાખો.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply