ઈચ્છા ઓ કયાં કદી પૂરી થાય છે?
એતો વાંઝણી રહેવા જ સર્જાય છે?
ધારણા મૂજબ ક્યાં કશું કરાય ?
શતરંજની બાજી જેમ પલટાય છે.
મોહ માયા ખોટી આ બધી કહેને,
યોગી જોગીથી પણ કયાં ભૂલાય છે?
બારી બારણા બંધ કર્યા સમજના,
તાજી હવાથી અંદર કયાં અવાય છે?
પ્રયોગ નવા હવેતો બધા માણસ પર,
આમ સીધા જ હવે અજમાવાય છે.
અંતતો સૌનો સરખો રહે તોપણ,
સમજણના દીવા ક્યાં પ્રગટાવાય છે.
કાજલ ફરી ફરી એજ ચક્કર ચાલ્યું,
તો પણ વાતનો તાગ કયાં મેળવાય છે.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply