ગાગાગાગા ગાગાગાગા ગાગા
મોહન ગાંધી બન્યાં આજે બાપુ,
ભારતની આઝાદી લાવે બાપુ.
ગોરાને દેખાડે છે દરવાજો,
ટુંકી ધોતી એ જગ ઘૂમે બાપુ.
ગોરા કાળાના ભેદો ભૂલાવ્યા,
ગીતા પાઠે જે ડર હાંકે બાપુ.
સૂનું લાગે મનમંદિર આજેતો,
નોટોમાં દેખીએ રોજે બાપુ.
કાજલ યાદોથી મનમાં જીવે ને ,
છાપામાં ક્યાં દેખાડે છે બાપુ .
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply