ગાગાગાગા ગાગાગાગા
આ મરવું ઝાકળ જેવું છે.
પાણી આ ખળખળ જેવું છે.
તરસી ત્યાં જળ જેવું છે.
કાજળ આંખે આંજી બેઠું
અંધારું અંજળ જેવું છે.
રણમાં હાફે જીવન આતો,
હોઠોથી મૃગજળ જેવું છે.
કર મેળાપે મળવું એનું,
સ્પર્શે એ ઝાકળ જેવું છે.
મનમાં ઉઠતા વિચારોથી
આજે તો શ્રીફળ જેવું છે.
આવે તું સંગાથે તો લ્યો,
વાતોમાં અટકળ જેવું છે.
‘કાજલ’ મોઘમ બોલી જાવું
પાછું તે વિહવળ જેવું છે.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply