તેડા મોકલ્યાં
આજ મારા વ્હાલા એ અમારા સાટું તેડા મોકલ્યાં.
કાળનું પંખી આંગણે આવી ઊભું સંદેશો આજ આવ્યો
આંગણે આવે તેને આવકારો આપ્યો ધરમ નીભાવ્યો.
આજ મારા વ્હાલા એ અમારા સાટું તેડા મોકલાવ્યાં..
ચાલો હવે ઉચાળા ભરો સાથે હવે ક્યાં કશું આવ્યું ?
મનડું મારું મુંજાય કેમ બધું છોડી તારી સંગ ચાલવું .
આજ મારા વ્હાલા એ અમારા સાટું તેડા મોકલાવ્યાં..
અવઢવ મારી પારખી કહે તારે તો હવે સ્વ ઘરે આવવું
હસતા રમતા આ બધું ભૂલીને નામ સાચું યાદ કરવું .
આજ મારા વ્હાલા એ અમારા સાટું તેડા મોકલાવ્યાં..
ભૂલો અમારી ભૂલી આજે તો સાચું ક્ષમાદાન આપવું
જન્મોજનમના બંધન નિભાવવા સાથ હવે માંગતું.
આજ મારા વ્હાલા એ અમારા સાટું તેડા મોકલાવ્યાં..
ચાલ મનવા ઊતાર અંચળો આ જીર્ણ થયું ખોળયું
જાતને પિછાળી લે, ત્યાં સ્વની ઓળખ હવે મેળવું .
આજ મારા વ્હાલા એ અમારા સાટું તેડા મોકલાવ્યાં..
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply