યાદ આવ્યા
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
જીવવું આ દોહલું છે, ક્ષીરધારા યાદ આવ્યા.
જીવ આજે એકલોને ચીરનારા યાદ આવ્યા.
પીડ જાણી કોણ આપે સાથ, ત્યારે તું નિભાવે,
કાલ વાતો ખૂબ ચાલી, પીર ન્યારા યાદ આવ્યા.
આંખના પાણી ઉરે આવ્યા, ધરા તરસી યુગોથી,
હેતના એ સાગરે કઈ, નીર ખારા યાદ આવ્યાં.
રાખજે બાકી સવાલો ત્યાં હશે સારા જવાબો,
જાગવાનું પણ હવે ક્યાં?, તીર તારા યાદ આવ્યા.
કોણ આવે કોણ જાશે કેમ કેવું, બોલ “કાજલ”
નામ તારું સાચવીને, વીર મારા યાદ આવ્યાં.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply