ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા
આવ્યો કહીં એકલો ચાલી ગયો તાનમાં
સાથી કદી ચાહશો ભાગી જશે ભાનમાં.
માળી બનું બાગનો માલિક કદી ના બનું,
ફોરમ મળે ફૂલની કાફી હશે માનમાં,
રાધા કહે જાદવા મોહી ગયો આમ તું
મીરા બની માધવા છોડી ગઈ બાનમાં,
માગું હવે એટલું દેજે જરા સ્થાન એ,
કે ઓળખાવું કદી નામે ફરી ગાનમાં.
બોલું જરા આપજો ત્યાં તો તમે આપશો,
ના માંગેલ એવું મળે તારી યાદ આનમાં
વ્હાલા તમે રાખજો યાદો ભરી લાવજો,
પોથી પછી વાંચજો આપો હ્રદય દાનમાં .
‘કાજલ’ અહી બોલવું મિથ્થા સદા માનવું,
આવો નિયમ ફાવશે સાચું થવું શાનમાં.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply