ગની દહીવાલા ની પંક્તિ પરથી
રસ્તે પડ્યા તો રણ મહીં રસ્તા પડી ગયાં,
બેસી રહ્યાં જે મંઝિલે, ભૂલા પડી ગયાં.
છંદ : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા
મીઠી નજર બની રહસ્ય બિચારા પડી ગયા.
ઉડતાં વિહંગ આજ જો ભૂલા પડી ગયાં.
નમતા હવે જરાક રહો આજથી અહીં,
પોલું બધું વગાડયુ , પાછા પડી ગયાં .
સંબંધ સાચવી અગણિત લાભ આપવા,
કામણ કરી વિષાદ ભરી પીળા પડી ગયાં.
વાદળ થઈ કસમય મૌસમ નદી ઠરી
દરિયો બની વહેણ સહેલા પડી ગયાં.
લીધા વળાંક ખૂબ સરસ હાથમાં જરા,
ખૂલ્લા થયાં જરાકને ઝાખા પડી ગયાં.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply