તરહી ગની દહીવાલા
હ્રદયને ભીંજવી દે એટલી તાસીર રાખું છું..
વરસતી વાદળી ! હું પણ નયનમાં નીર રાખું છું
છંદ.. લગાગાગા 4 આવર્તન
હથેળીમાં જરા તારી ફરી તકદીર રાખું છું ,
હ્રદયને ભીંજવી દે એટલી તાસીર રાખું છું?
દરદ મીઠું કરીને જાગતું તનથી પછી રોજે,
નયન મારા અણિયારા, કરીને તીર રાખું છું.
ચકોરી જેમ ચાહી મેઘની રાહે હવે તરસી,
કળી જેવું અરધ ખીલ્યું તે ઝરણે નીર રાખું છું
કરાતી મોજણીમાં ભૂલ ભૂલીને અલગથી ત્યાં ,
કલમની ધાર તેજીલી કરીને હીર રાખું છું.
કહાણી એજ પાછી લ્યો , ભરી પાના લખી લેજે,
જગતમાં દોહરાવી જાતને ગંભીર રાખું છું
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply