કેટલી વાર તને આપું માફી કાન્હા?
કરે વારંવાર ભૂલોને માંગે માફી કાન્હા.
ગોપીને રંઝાડતોને મટકી ફોડતો..
કાયમ લીલા રચાવી ચાહે માફી કાન્હા?
ગોકુળીયા ગામનો માખણચોર તું ને,
મૈયાના પાલવે બંધાઈ અપાવે માફી કાન્હા?
મથુરામાં કંસમામા ને હરાવી મારયા,
માત પિતાને છોડાવી માંગે માફી કાન્હા.
મહાભારત યુધ્ધ જીતાવ્યું તે ધર્મ શાસને,
ગાંધારીનો શ્રાપ સ્વીકારી, અર્પે તુંં માફી કાન્હા.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply