લગાલગા ગાલગા લગાલગા ગાલગા
ચકોરની આહટે અસર પહોંચી ગઈ,
પલક જ ઝપકી બધે ખબર પહોંચી ગઈ.
જરાતરા બોલતી સદા મને ચાહતી,
ખરેખરી ખંલદા નજર પહોંચી ગઈ.
ડગર હવે મંજિલે સદા, છતાં થાકતી,
સંતાઈ ત્યાં બારણે, નગર પહોંચી ગઈ.
રમી જમી માવડી, મંદિર આવી મળી,
માં રાહ જોતી મઠે, ડગર પહોંચી ગઈ.
કરમ નવા બાંધતી,ધરમ હવે પાળતી
કરી ભરી આંગણે , કસર પહોંચી ગઈ.
કળીયુગે માનવી, નવા કરે કાયદા,
સળી કરી કાગળે , વગર પહોંચી ગઈ.
સંસાર ખારો તરી કમળ નયન ઝાંખતી,
ફરી જગત આવતી, મગર પહોંચી ગઈ.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply