તારી સંવેદનાથી ભરઉનાળે લથબથ થતી હું..
નજરથી વહેતા અમીથી તરબતર બનતી હું ..
પાંપણને દ્વારે આંસુ માં સદા બિરાજતી હું ?
હોઠો પર તારા મુશ્કાન રહે તેમાં સમાતી હું
હૈયાના આસને રહી ધબકાર ગણતી હું ,
રાત દિવસ તુંજ મિલનના સપના સજાવતી હું.
ઈચ્છાઓના બીજને અંકુરીત કરતી હું.
પગલાં પડ્યાં રેત પર એક નજરે નિરખતી હું.
કાજલ એક નામને જીવન બનાવી જીવતી હું,
નામ કેમ હોઠો પર લાવું , સચ્ચાઈને છુપાવતી હું .
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply