છંદ ગાલગાગા×3 ગાલગા
આંગળી ચીંધ્યા પછી, પાછળ હવે શું બોલવું ,
કામ લીધું હાથમાં તો, કારણ હવે શું બોલવું .
આજના કઈ કર્મ, આજે ભોગવીલે તું હવે
કાલ આવ્યું નોતરું , આગળ હવે શું બોલવું .
ઈશ તારે દ્વાર ઉભી આવકારો આપતું,
ધર્મની તો હું બની માંગણ, હવે શું બોલવું .
આદતો મારી બગાડી લાડ કઈ એવા કરી,
સાથ તારો ફાવશે આંગણ, હવે શું બોલવું.
છોડ કાજલ ગર્વ તારી જીતનો તો ચાલશે,
ચાહનું કે વ્હાલનું વળગણ હવે, શું બોલવું.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply