લગાગાગા લગાગાગા લગાગાગા લગાગા
નશીલા નૈનના દરિયે જ હું ડુબી શકું છું.
મલપતી ચાલ તારી જોઈ હું નાચી શકું છું,
લટકતી કઈ સવાલોની કટારે આજ બોલું ?
જવાબો થઈ ગયાં મોઢે હવે આપી શકું છું .
બળી ને ખાક થઈ ગઈ શું થયું તો બોલને તું?
ઉપર થી આ તડપવું, ક્યાં તને છોડી શકું છું ?
ડરીને પગ હવે પાછા નથી ભરતી લગારે,
ગડી વાળી કરી મુકયા પછી ભૂલી શકું છું?
ટકોરે તું ફરીને તો ચતૂરી કઈ બની હું ?
તને કાજલ કહે શું થાય, હું ટાળી શકું છું?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply