સાથ અમે પળભર રહયા હતા,
પણ યાદ જીવનભર કરયા હતા.
સ્નેહ ભીના સ્મરણો માણયા હતા,
વિરહઅગ્નિએ એટલે જ બળયા હતા.
સાથ પળભર નો બહાનું બન્યો,
શ્ર્વાસોમાં યાદો ભરી જીવ્યા હતા.
જિંદગીની કસૌટી એ હરાવ્યા હતા,
બાકી, આમ ક્યાં કદી જીતયાં હતાં?
સમાયું નામ તારું હૈયાને ધબકારે,
પછી ક્યાં અમે શ્ર્વાસોને ગણ્યા હતા?
શ્ર્વાસોની સુગંધ ભરી ચાલ્યાં હતા,
પગલાં ક્યાં પછી પાછા પાડયાં હતા?
ઉર્મીઓ ઉભરાતી તારા નામ પર ને,
પછી કાબૂ ક્યાં હ્રદયના ભાવ રહ્યા હતા.
સાથ નિભાવ્યો યુગો યુગો સુધી ત્યાં,
રાધા કૃષ્ણ એટલે જ તો કહેવાયાં હતા.
તારું નામ હોઠો પર ના આવવા દીધું,
કાજલ એટલા તો તમને ચાહયા હતા.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply