પગલાં ભર્યા આજ તારી સાથે.
વચન દીધા સાત તારી સાથે.
કદમથી કદમ મીલાવ્યા હવે,
જિંદગીની સફર જ તારી સાથે.
સુખ દુખના સાથી બન્યા આપણે,
ઈચ્છાઓનું આકાશ તારી સાથે.
હાથમાં હાથ પકડી ચાલ્યા,
મંજિલ આવી નજર તારી સાથે.
પડધા પડયા કરે સ્નેહના,
કર્યો વ્યાપાર પ્રેમનો તારી સાથે.
વાવ્યાને ઉછેરયાં કાંઈ છોડ આ,:
લાગણીનું કર્યું વાવેતર તારી સાથે.
મનનાં સંબંધોને કર્યા ગુણાકાર,
કાજલ જીતી સ્નેહને તારી સાથે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply