ગાંધી તારા રાજમાં અમારા આ હાલ જો હવે.
નેતા સતાની લાલસાના બન્યાં દલાલ જો હવે.
ફોલી ખાય જીવતા માનવોને આ ગીધડા..
માનવતાને વેંચીને બેઠા આ તાલ જો હવે.
કહેવુંને કરવું જૂદું આ સમાજની કરણી બની,
વાતવાતમાં ફરી જતાં લોકો બેહાલ જો હવે.
હાથીના દાંતને મગરમચ્છની ચામડી પહેરી,
ખૂલ્લે આમ કરતાં લોહીનો વેપાર અહેવાલ જો હવે.
ધરમને કરમના લેખા જોગા મૂકયાં નેવે,
કાજલ ખેલાતા ખેલ અહીં સરેઆમ ચાલ જો હવે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply