વચન વાયદો
તારા નયનોમાં સૂરમો બની હવે તો અંજાવા દે,
તારા હોઠો પર રહું ગીત બની, બસ ગુંજવા દે.
તારા દિલમાં રહી ધડકન બની, ધડકવા દે,
શ્ર્વાસોની આવન જાવનમાં ખુશ્બુ બની મહેંકવા દે.
સંસ્મરણોના વનમાં એકલી આમજ વિચરવા દે,
કેમ કરુ યાદ તને? ક્ષણીકતો જાતને વીસરવા દે.
સંગાથ સાત જન્મો કે જન્મોજન્મનો યાદ કરવા દે,
ઈચ્છા મારી વિદાય તારી પેલા, ઈશ્ર્વર પાસે માંગવા દે.
કોલ હર જન્મે મળવાનો, એ યાદ કરી વાયદો પાળવા દે.
વાતો તારી બહુ ગમતી, મૌન રહી બસ સાંભળવા દે.
અનુભવીશ તુ હરક્ષણ મને,પ્રેમ એટલો કરવા દે.
કાજલ આપ્યું વચન તે મિલનનું તો નિભાવવા દે.
_કાજલ
_કિરણ પિયુષ શાહ
Leave a Reply