નામ તારું આવતુંને યાદ રાધા,
રાહ તારી જોઈને અપવાદ રાધા?
મોરપીંછે ભાત પાડી આજ એવી,
હૈતના પૂરે કરું સંવાદ રાધા.
ચાલ મારી ભાગ મારો કેમ આપું?
સૂર તાલે ભાન ભૂલી દાદ રાધા.
હું ભજું રોજે તને રણછોડ જાણી,
કેમ મીરાનો કરું ત્યાં વાદ રાધા.
બોલ કાજલ કેમ ભૂલું પ્રેમ તારો,
કાન બોલું કે હવે હરિ બાદ રાધા.
કાજલ
કિરણ પિયુષ શાહ
ગાલગાગા ગાલગાગા ગાલગાગા
Leave a Reply