રાત લાવે યાદનો વરસાદ રાધા,
નામ કાન્હા રાજ સાથે સાદ રાધા.
પાસ તારે ગોપ ગોપી વેણુ ઘેનું ,
રાસમાં તો આજ ગુંજે નાદ રાધા.
સાંજ આવે ઘેનું સંગે બંસરી જ્યાં.
કાન તારી યાદને અવસાદ રાધા.
રાજ તારું દ્વારકેને નામ જગમાં,
વાત તારી ખેલ તારો બાદ રાધા.
ગીત ગાતા રોજ મીઠા કાન કેરા
નાદ ગુંજતો હવે હર પાદ રાધા.
કાજલ
કિરણ પિયુષ શાહ
ગાલગાગા ગાલગાગા ગાલગાગા
Leave a Reply