તારી યાદોને ખુલીના મુક, છુપાવ નજર સામે,
રાતે રહે શમણામાં દિવસે, બતાવ નજર સામે.
કૈદી બનાવી બેઠી કર્યા બંધ દિલના દ્વારને જાણે,
પટારામાં બંધ રાખ્યો દાયજાને, ના જતાવ નજર સામે.
મરચાની ધૂણી ધખાવી બોલી તુંતો દૂનિયાને એમજ,
જમાનો ખરાબ છે લાગશે નજર, લગાવ નજર સામે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply