અછાંદશ
અજંપો
વેદનાની લકીરો એ ચાસ પાડયા,
સમયની સાથે ધેરા બનતા ગયા.
કોઇને ઉમર દેખાઇ કોઇ ને સૌદર્યનું પ્રતિક.
પણ .
હું જાણુ સત્ય….પ્રિયા ,
તારા અવ્યક્ત ભાવો ,
તારી હસતી આંંખોમાં છુપાયેલ ઉદાસીની લકીર.
તારા મૌનની પાછળનું તોફાન પરખાય,
તારી બાહ્ય શાંતિમાં અજંપો દેખાય.
તારા અજંપાના ચોગાને ઉતારી હળવી થા.
સખી,
આવ બેસ ,
ધીરજ ધર.
તારા મૌનને વહેતું કર.
તારી આંખોને શમણા જોવા દે.
અતિતને વિસરી આજને માણી લઇએ.
ચાલને હવે,
દરિયાની રેતીમાં નામ લખી ,
થોડુંક બચપણ પાછું જીવી લઇએ.
આવે છે ને?
બે ડગલાનો સાથ જીવનનું ભાતું બનાવીયે,
હાસ્યના દરિયામાં પીડાને ધોળી પી જ જઇએ.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply