સ્મરણ તારી યાદોના..નિત્ય આમજ આવ્યા કરે..
મધૂરી પળોને આંખો આંખોથી છલકાવ્યા કરે..
વારંવાર સ્પંદનો તારા સ્પર્શના મને ઝંકૃત કરી જાય ,
હ્રદયાસને તો તારું જ આધિપત્ય હક્ક જતાવ્યા કરે.
કંઈ કેટલા પ્રયત્નો કર્યા તને ભૂલી ને આગળ વધવા,
દરેક પ્રયત્ને તીવ્રતા તારી અઢળક યાદો ની વધ્યા કરે.
બુંદ માંગી હતી મેં તો તારા પ્રેમની વાદળી પાસે,
લાગણી તારી અનરાઘાર મુજ પર વરસ્યા કરે.
‘કાજલ’ પાગલપનની હદથી ચાહ્યા તમને ત્યાં,
પડધો પડતા શ્ર્વાસો પર્યત ચાહ બતાવ્યા કરે.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply