આ તમારા ધન દોલત , માન નથી જોતા મને,
પૈસા, સંપતિ કે સુખો બધા નથી ખપતા મને.
કૃપા તમારી અમીદ્રષ્ટિ તમારી માગું કાયમ,
કુંતી બનવા ચાહું, તકલીફ તમે આપતા મને,
તમારા નામસ્મરણ ની સૌગાદ મળે જો આજ,
લખચોર્યાસી મંજૂર ,નામ તારું જપતા મને.
શ્રદ્ધા મારી સાથ રાખી ચાલી તારે દ્વાર હવે,
વિશ્ર્વાસ રાખજે ભલે થાય મોડું આવતા મને.
હરિ મળે દર્શન ને શરણ તુંજ ચરણમાં,
કાજલ આશ કરે પાર ઉતાર જીવતા મને,
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply