છંદ – ગાગાલગા ગાગાલગા ગાગાલગા.
દાવો કરી વિખવાદ પણ માંડયા તમે,
આંખો બતાવી શાંત કૈ પાડ્યાં તમે.
ખોટા પુરાવા એકઠાં બાંધ્યા હવે,
વાતો કરી છેડા હવે ફાડયા તમે.
ગાંઠો પડી તો ગાંઠ બાંધી એવી કે
મોકો ફરી આવે નહીં, દોડ્યા તમે
અવઢવ રહી કેવી પુરાવા નામે લ્યો,
તું સાબિતી તો આપ કે , જોડ્યા તમે,
‘કાજલ’ હવે ફેલાવ તારી જીતને ,
મેધા તણી વાણી કહીં છોડ્યા તમે.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply