તારી સાથે…
કહેવાય કે..
અમાસની આ રાત આમતો..
વરસે 12 જ આવતી…
પણ ..
ચક્ર રાત દિનનું ફરતું જ રહેતું..
પણ..
આ તિમિરના ઓછાયા લંબાયા..
તારા જવાથી…
ચાંદની રાત બની દુશ્કર..
તારા વિના….
જીવન મારું અંધકારમય…
પુનમની રાત તો આવેને જાય..
પણ મારી આ અમાસની રાત્રી પૂરી જ ના થાય,
ચાંદની શીતળ મધુકર ..
દાહ જગાવતી..
પ્રેમ અગ્ન રોમરોમ પ્રજલાવતી…
તારા દર્શન , સ્પર્શની ચાહ જાગતી..
તડપ આ પ્રિય મિલનની…
કેમ રે સમજાવું ?
સ્નેહનો સાગર …
કયાં રે ખોવાયો?
ભરતીની રાહમાં ઓટ જ આવતી.
જયાં..
પુનનની રાત .. ચાંદની રાત .
તારી સાથે જ આવતી…
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply