ગઝલ
आगळने पाछळ सरनामुं,
छे तारो कागळ सरनामुं.
છંદ : ગાગાગાગા ગાગાગાગા
તૃષાનું વાદળ સરનામું.
આસુંનું ખળખળ સરનામું.
તારું ને મારું એ મળવું,
આભાસી ઝળઝળ સરનામું .
સરિતાનું સાગર માં ભળવું
સૂરજનું અંજળ સરનામું ?
વાલમ માંગે હૈયું ત્યારે,
આંખોનું કાજળ સરનામું.
કાજલ ચાહે સાથી પ્યારો,
બાંધી દે, સાંકળ સરનામું?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply