લગ્ન
લગ્ન એ માત્ર મંગળફેરા કે સપ્તપદી નથી.
એતો હું ને તુંને બાંધતી કડી..
એ રિવાજોને નિભાવવાની વાત નથી માત્ર.
એ સમાજની સ્વીકૃતિની વાત..
કન્યાના ઘરથી શ્ર્વસુરગૃહ ની સફર જ નહીં..
એ એક બીજને અંકુરિત કરવા…
સ્થળાંતરની વાત..
બે આત્માના જ મિલનની વાત માત્ર નહીં.
એતો બે કુુટુંબ , બે સમાજના ઐકત્વની વાત..
લગ્ન એટલે તમે માનો કે ના માનો..
તન મન ના મિલન થી કંઈક વધારે..
એક એવી વાત કે જેના થી જીવનનો ક્રમ બદલાય.
કાજલ એ જવાબદારી ને ભાવનાની વાત માત્ર નથી.
એતો પારકાને પોતાનાં કરવા નીકળવાની યાત્રા.
પરીક્ષા નથી તે કેટલી મળશે સફળતા..?
કસોટી સંસ્કારોની રહેશે જીવનભર તેની વાત..
જયાં નવપરણીતના પગલાં પર,
રહેશે નજર સૌની..
એકની જિંદગી સાથે જોડાતી આશા અનેકોની , અરમાનો સજાવ્યાની વાત.
લગ્ન કોઈ કરાર નહી, ખેલ નહી..
નથી અહીં હાર જીતનો ફેંસલો કે..
સફળતાનો માપદંડ..
લગ્ન એટલે પવિત્ર બંધન તેને નિભાવવાની કોશીષ જ કરાય…
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply