એક ખંડેર સમાન મારું, ખંડિત સ્વપ્ન જ રહયું,
હું રહી મારી યાદોને, ખંડિત જિંદગી રહીં.
કૃત્રીમ મુશ્કાન હેઠળ વેદના ને છુપાવતી રહીં,
હર એકને આનંદથી મળી જિંદગી વિતાવતી રહીં.
કોઈના સુખમાં સુખને દુખમાં દુખ જોતી રહીં,
આજે હું કોણ ? એ સવાલ વિચારતી રહીં.
કદાચ આરઝુ, વેદના, નિષ્ફળતા એજ જિંદગી રહીં,
કે પછી આભાસી વાતો, જગતો શુન્ય એ જિંદગી રહીં.
આમજ અકારણ જીવન વિતાવતી રહીં,
ક્યાંકતો અંત આવશે , આ સર્વનો અે માનતી રહીં.
જીવનની આ સફરને પાર ઉતારવા મથતી રહીં.
કાજલ આમને આમ વમળમાં ખુંપતી રહીં.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply