પહેલો .. વરસાદ.
હાથમાં હાથ પકડી.
વર્ષાને માણી એ ..
એક પ્યાલી ચાય ને..
ઢેર સારી યાદે..
ચલ ને.
વરસાદ સંગ જૂનો નાતો
બચપણ ની યાદોનો ખજાનો.
પ્રિયતમ સંગ પ્રથમ ભીંજાયાનો ..
એ રોમાચ .
આહહહ
કેટલું યાદ કરવાનું..
બસ , પછી હું .
હું તો માણી આવી વરસાદ ..
યાદોને વાગોળી આવી..
તૃપ્ત મન પણ એમ ક્યાં થાય?
આહ ..
યાદ આવે..
એક ચાની પ્યાલી
તું ને હું
સંગ યાદ પૂરાની,
સુગંધ માટીની કરે મન તરબતર..
નર્તન કરે મન મયૂર
પીહું પીહું બોલે મન, આજ કરે કલરવ .. ગુંજયા કરે મન ભ્રમર…
તું હું ને આ વરસાદ…
હાથમાં તારો હાથ ..
તન સાથે મન ભીંજાય..
જો તું સંગ મારી હોઈ..
આહહ.. ને વાહહ
કરાવી જાય આ વરસાદ.
મૌસમનો પહેલો વરસાદ
તારા સ્પર્શ જેવોજ આહલાદક..
મદમસ્ત કરતો..
પહેલો વરસાદ..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply