કાજલલોહી પરસેવામાં ચાલ્યું જાય છે,
ઝુંપડીમાં વાળુ ત્યારે થાય છે
(હેંમત મદ્રાસી ના મિસરા પર થી)
છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગા
ધાત આવીને છળીએ જાય છે.
વાત તેની તો હવે ક્યાં થાય છે.
ઈશ તારા દ્વાર પર આવું હવે,
આશ મારી પૂરજે સમજાય છે?
આજ તારે આંગણે આવી હવે,
હાજરી સૌની પુરી જોવાય છે?
વ્હાલના ત્યાં પારખા થોડા કરાય
ચાંદની શીતળ હવે ક્યાં દેખાય છે?
બાગ મારો આજ હરખે ત્યાં હવે,
ફુલ ઉપવનમાં રહી શરમાય છે.
ગીત એવા પ્રેમના ગુંજે હવે,
બેઠકો એવી જ ક્યાં શોભાય છે?
ચાલ મિત્રા રાહ જૂદી ચાલવી,
બાળકો તો આમ ત્યાં કરમાય છે.
વ્હાલની એ લાગણી પરખાય છે.
દિકરીતો ઓળખાઈ જાય છ
હા! હવે ભૂલાવ વ્હાલા માતને,
આકરી શર્તો મુકી ખોવાય છે.
હારને તું આમ થોડી રાખને,
જિંદગી સામે હવે ક્યાં જીવાય છે.?
સાગરે આવી તરસ થઈ બેવડી,
બોલ કાજલ વાત સમજાય છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply