ગાલગાગા ગાલગાગા ગાલગા
આંખ રાખો બંધ, સપનાં આવશે.
બોલ ગાથા, બંધ સપના આવશે,
ના હવે કર તંગ, સપના આવશે.
ચાહતની ચાહત હવે, જો ફાવશે.
તો હવે અકબંધ સપના આવશે.
ફૂલની ફોરમ હવે, ગમશે તને?
કેસરીયા રંગ, સપના આવશે.
ગાંઠ છોડી તો હવે, એ ભૂલજે,
થાય આજે જંગ, સપના આવશે.
બાગમાં ધૂમે, પતંગા ત્યાં ઘણા,
હા! હવે દિલભંગ, સપના આવશે.
કાન રાધા ગોપ ગોપી, વાત ત્યાં
હેત કેરા દંગ સપના આવશે.
કેમ કાજલ હોઠ, પરની વાત કે?
સ્નેહના સંબંધ, સપના આવશે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply