જીવનસાથી /હમસફર
સપ્તપદી સાથે લીધેલ કસમો ..
હસ્ત મેળાપની મધુર ક્ષળ,
ચોરીના ચાર ફેરા..
એક નવા ઘરમાં અજાણ્યાને પોતાના કરવાની શરૂઆત.
પિતાના ઘરને પરાયું કરી…
એક જેને પુરો પરિચય નથી..
ગમા અણગમા..
પસંદ નાપસંદ.
તેની રહેણી કહેણીના પાસા થી પરિચિત થવાની સફર…
આબધું ..
એક અપરિચિતને ,
સાથી સખા બનાવવાની એ શરૂઆત.
જીવનસાથી.. જીવનના ઉતાર ચડાવ,
સુખ દુખ સહિયારા કરવા.
એકમેકના વિરધ્ધાભાસ ને ભૂલી પૂરક બનવું..
હા! હમસફર..
મૃત્યુ્ં પર્યતનો સાથ..
કે જન્મો જન્મનો સાથ ?
હું પ્રેમ કરું છું ..
એ કહ્યા વગર સતત જીવવાની વાત.
મૌનનો રચાતો સંવાદ,
સતત કાળજી ..
એકબીજાની ઢાલ,
જીવનસાથી …
એક પ્રિયનામ અને સાથે પૂરી થતી આ જિંદગીની યાત્રા ..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply