કાગળ
રાધા કહે મારો લખવો છે કાગળ,
બચપણના હેતનો માંગવો છે જવાબ.
સુની કરી ગયો તું ગોકુળની ગલીયો.
યમુનાનો કિનારો, કદંબની છાયા, બાંસુરી ના નાદ ભૂલ્યો?
ગાયોના ધણને વાંછરડા રડતા,
કાન્હા કેમ તું એની માયા ભૂલ્યો.
કાન્હા લખું, મુરારી લખુ, કે લખું માખણનો ચોર આગળ.
ગોપીનો ગોપ તું મારા મનડાંનો ચોર,
તારા આંગણીયે ટહુકતા હશે કઈ મોર.
અમારા આંગણીયા વેરાન કરી ગયો.
મથુરા જઈ ભૂલ્યો તું ગોકુલનો મારગ.
દેવકી મળતા વિસર્યો તું યશોદાના મૂલ.
રણછોડ તું પાંડવની પ્રિતમાં કુંજ ગલીને ગોપીઓ સંગ રાસ ભૂલ્યો.
દ્વારીકાના રાજા તમે માખણ મીસરીના સ્વાદ ભૂલ્યા?
હા! તમને તું કહેવાનો અધિકાર હવે રાધાને કયાં છે?
મીરા ના શ્યામ , રુકમણી ને જાબુવંતી સંગ અષ્ટપટરાણીના સ્વામી…
રાધાના દિલની પૂકાર ભૂલ્યા..
લખવીતી કાગળમાં ગોકુળની વિરહઅગ્નિ.
આંસુની ધારે પત્ર આ કોરો થયો..
વાંચી શકોતો મોકલું કોરો કાગળ?
રાધના મનની વાત તમે જાણો છો આગળ.
કાન્હા તારા વિયોગે ગોકુળવાસી જીવવું જ ભૂલ્યા.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply