બેહદ
ચાહત તારી અનહદ ખબર છે,
એકરાર વારંવાર કરું !
તું ને તારી વાતો ગમે છે.
ગમવાના કારણોના પુછ મને,
કેમ બતાવું તને કે કેમ ગમે છે?
હાથ તારો પકડી ચાલુ જીવનભર.
તું હું ને દરિયાનો કિનારો..
આથમતી સંધ્યાના સિંદુરી રંગો..
પોતાના માળા માં પાછા ફરતા વિંહગો,
દૂર ધરતીના આંચલમાં છુપાતો સુરજ.
હળવેથી નભમાં પ્રવેશ કરતો ચંન્દ્ર…
સિતારા મઢેલ ઓઢણી થી શોભતું આ આકાશ,
ધીરે ધીરે શ્યામલતા ઓઢતી રાત,
એમાં સાજણનો સાથ.
એકાંત એ સમયનું બેહદ ગમે છે.
હદને સરહદના બંધન વગર તારી સાથેનું એકાત્મ અનહદ ગમે છે .
કારણ ના પુછો સાજણ કેમ ગમે છે.
કહી નહી શકુ ?
બસ,
તારા શમણા જોઇ યાદોમાં જીવવું બેહદ ગમે છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
26/04/17
Leave a Reply