ગાગાલગા લગાગા ગાગાલગા લગાગા
તારી નજર તણું એ કામણ મને ગમે છે.
કોઈ કહે ગમે તે , સાજણ મને ગમે છે.
વાતો તમે કરો જો કઇ ચાહ ચાતકોની ,
તારું મને કહેવું ,તારણ મને ગમે છે.
પ્રિયા કહું તને હું ,તારું સખા કહેવું ,
હસતી જરાક તું તે કારણ મને ગમે છે.
બાંહેધરી મળી કઇ તારી મને હવેતો,
ચાહીશ હું કહેતા ભારણ મને ગમે છે.
કાજલ કહે કહેતાં થાકું નહીં હવેતો,
તારા ચરણ શરણનું ધારણ મને ગમે છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
24/04/17
Leave a Reply