ગીત
ખોટો સિક્કો
નિશ્ર્ચીત બની ફરુ કેમકે તું મારો ખોટો સિક્કો.
હરી ફરી તારુ પાછા નિજ સ્થાને ફરવાનું ,ચક્કર કરી પુરુ મારી પાસે જ આવવાનું.
તું મારો ખોટો સિક્કો.
અહો આશ્ર્ચર્યમ સાંંભળી લોકો વારંવાર જતાવે ,સાંભળી ને ત્યારે બહાનું કરે સમજવાનું .
તું મારો ખોટો સિક્કો.
ચલણી હોય તો બને તું પારકો , હીરો હોય તો કોઇનુ મન કરે તને પાસે રાખવાનું
તું મારો…
જગ માટે તને કહું ખોટો હું જાણું તારી અણમોલતાને, એટલે જતન કરું હૈયે જડાવી રાખવાનું .
તું મારો ખોટો સિક્કો.
કહું તને ખોટો લોક નારાજ થાય મારી પર,તારા મુખ પર હાસ્ય ફરકે તું કરે કામ સાથ પુરાવાનું.
તું મારો ખોટો સિક્કો.
નિશ્ર્ચીત બની ફરું કેમકે તું મારો ખોટો સિક્કો..
કાજલ
કિરણ પિયુષ શાહ
26/04/17
Leave a Reply