રાઘા કે મીરા બંન્ને દિવાની તારી જ, વાત લાવી છું,
મારે ઠોકર જમાનો જયારે, તે લાત લાવી છું.
દિલના દ્વાર ખોલી આવકારો, મીઠાે તુ આપજે,
ચરણે તારા ધરવા આજ, ઘમારી જાત લાવી છું.
એકલતા નો અચંળો ઓઢયો, જિંદગીભર તેને,
ઉતારી દીધો તારા માટે, મિલન તણી રાત લાવી છું.
ઓઢી ચુંદડી તારા નામની, કર સ્વીકાર હવે,
જિંદગી તારા નામે કરું , કબૂલાત લાવી છું.
કાજલ પીધો પ્રેમ પ્યાલો, ભૂલી દુનિયાદારી,
જીવન અધુરુ લાગે ત્યાં, સાથની ભાત લાવી છું.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
09/04/17
રાધા મીરા રુકમણી કાન્હા તારી ગોપી હજાર,
કૃષ્ણ તારી જ કહાણી ગવાઇ રહી છે બજાર.
ચૌરે ચૌટે નામ તારું જ ગુંજતું રહે બાર બાર,
કાન્હા તોય તું કહેવાયો નિર્મોહી નિરાકાર.?
“કાજલ”
કિરણ પિયુષ શાહ
08/04/17
Leave a Reply