*વાત કર*
નિરાશા છોડી આશા ની વાત કર,
બહુ લખ્યું મૃત્યુ વિશે..
થોડું જીવન પર લખ..
મેધધનુષ ના રંગો..?
ઉઘડતી સવાર…
આથમતો સૂર્ય ..
પંખી નો કલરવ
કુદરત ના મિજાજ
કંઇક દિલ ની વાતો.
સપના નો સંસાર
સંસાર ના સપના.
કેટલું છે…
અપ્રતિમ … અદ્રિતિય ..
સ્પંદનો ..સંવેદના .
અઢળક.. યાદો…
કર તું જીવનની વાત
નવરસની વાત
હર્ષ ઉલ્લાસની વાત
મૃત્યુ તો નિશ્ર્ચીત છે.
પણ …
એ પહેલાને પછી પણ જીવન છે.
તું કર જીવનની વાત…
“કાજલ”
કિરણ પિયુષ શાહ
11/04/17
Leave a Reply