દ્રશ્ય અદ્રશ્ય
તું વસે મારામાં અદ્રશ્ય રહી ને..
ધડકનની ગતિ દ્રશ્યમાન, પણ એમાં તારું ધબકવું ?
શ્ર્વાસોની રિધમ જપે તારું નામ,
આંખોની દ્રવ્યતામાં તું જ.
હ્રદયના આંદોલન માં તું.
તું એટલે ….
એક એહસાસ,
જીવનનો આધાર,
સતત તારા સાંનિધ્યનો આભાસ.
એક કલ્પન?
ના….
વાસ્તવિકતા જીવનની..
તારા વગર.. હું …અધૂરી..અપુર્ણ.
ચંન્દ્ર જેમ તું ,
દ્રશ્યમાન પણ સ્પર્શથી દૂર.
શીતળતા જેવી તારી ચાહત.
મહેસુસ કર્યા કરું.
ચાંદની જેમ દૂર થી તને નિરખ્યા કરું.
તું .?
સૂર્ય જેમ તેજસ્વી…પ્રકાસતો,
હું તારી તેજસ્વીતાની છાયા.
ધરીની આસપાસ ચક્કર મારતું આ જીવન.
અને મને તો તારી જ માયા..
કાયાકલ્પ મારો તારા પારસ સ્પર્શથી.
દ્રશ્યમાન થઈ અદ્રશ્ય આ અનુભુતિ થી..
અલૌકિક પારદ્રશીતા રચાઈ આપણા વચ્ચે..
રચાઈ ને?
ટેલીપંથી સંવેદનોની..
આભાસી વાસ્તવિકતા ની.
કાજલ
કિરણ પિયુષ શાહ
03/05/17
Leave a Reply