પોચાં રૂ માં ઢબૂરાતી આંખો
ભલે બંધ થાય પરદેશમાં
તોયે આવે સપના મને,
કાયમ ગુજરાતીમાં.
વર્ષો થી, દેશથી બહુ દૂર છું.
ભલે આજ બહુ ખુશ છું.
ભુલાતું નથી વતન મારુ
સહેજ સરખુ વિચારમાં.
જરા તકલીફ પડે દેશને,
ઉંડે ખૂચે કૈંક હ્રદયમાં.
કરે જો કોઈ લાલ આંખ
મારા દેશની માટી તરફ પણ,
ઉછળે છે સૈલાબ અહી
આ નરમ’સા હૃદયમાં.
છૂટતું નથી, અમેરિકા સહેજમાં
તોય વિસરે નહિ વતન
અહી લખલૂટ સુખમાં.
આવે આઝાદ દિન ભારતીમાં ભલે
નીકળે સુજલામ્ સુફલામ્
ગર્વથી પરદેશમાં, જય હીંદ….
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply