(ગઝલ)
છોડ,વ્રુક્ષો, રાહ,રસ્તા, કામની વાતો કરે,
આ બધા ઊંચા મકાનો નામની વાતો કરે.
લખપતિ થઇ જાંઉ ‘ આશયથી ઉગે છે સૂર્ય પણ,
જંગ કરતા,હાથપગ અંજામની વાતો કરે.
રાતદિન કાળી મજૂરી કરતા કાળા મસ્તકો,
જો રવિવારે મળે તો ગામની વાતો કરે.
આપણાં અંદર પડેલા વેરને મારે નહીં,
ને, ‘સમાચારો’ બધા આસામની વાતો કરે.
સાવ ખાલીખમ મદિરાલય છે ‘સિદ્દીક’ તે છતાં,
આજકલ શાકી અનોખા જામની વાતો કરે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply