ગાલગાગા ગાલગાગા ગાગાલગા
પીરસ્યા છે આવ મોઘાં આંસુડા
આંખનો છે ભાવ મોંઘા આંસુડા
મૌન ભાષા બોલતા મારા આંસુડા
પાંપણો માં દોડતા મોઘાં આંસુડા
દુઃખમાં આપે સહારો એ આંસુડા
ભીતરે ખુશી વહે મોઘાં આંસુડા
ચૂપ રાખી આંખથી બોલે આંસુડા
ભેદ એ ખોલે બઘે મોઘાં આંસુડા
જાત ભાષા થી પરે ઢલે આંસુડા
દેશ વિદેશે મળતાં મોઘાં આંસુડા
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply