અડક્યા વિના પણ કોઈ મનને કેટલો રંગ છાંટી ગયું
માંગ્યા વિના જરા પણ મને કેટલી બધી માંગી ગયું.
કોક નબળી ક્ષણોમાં, સામેથી ધરવા છતાં લીધું નથી
કશુંય આપ્યા વિના એ કાયમી, અખંડતા આપી ગયું.
ભલે સાથ ક્ષણભર હતો પણ પૂર્ણતાથી ભરપૂર રહ્યો
હૃદય મહી જીવંત ક્ષણની, જ્યોત અખંડ રાખી ગયું.
જગની પરવા કરતા રહી જેણે પ્રેમને અકબંધ રાખ્યો
ઝેર ભરેલા જગ મહી, સાલસ હૈયું અમૃતને ચાખી ગયું.
ભવભવની વાતો કહી એક આસ સદા જીવંત રાખી
મઝધાર વચમાં આ હાલક ડોલક નાવને સાંખી ગયું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply