પરોઢિયે ઉગતા સુરજને જોઇને
સહુ સપના વિદાય થાય છે.
કોઈ જઈને તેને રોકો, થોડું તેને ટોકો
સુરજની સાંખે ને ખુલ્લી આંખે
જીવવાની મઝા કઈ ઓર છે.
આ સપના વિદાય થાય છે
નાં નાં કરતા આંખ મહી ભરાય
બહુ રોકું તો દોડયા જાય છે.
કોઈ જઈને તેને રોકો, થોડું તેને ટોકો
દિવસે જોઈ સાકાર કરવાની,
એની ધમાલ તો કઈ ઓર છે.
આ સપના વિદાય થાય છે
અંધારું છોડી અજવાળું અપનાવી લે
આ સમય વીત્યો જાય છે.
કોઈ તેને જઈને રોકો, થોડું તેને ટોકો
જે સોદાગર દિવસે વેચી જાય છે
તે ખરીદવાની કિંમત કઈ ઓર છે
આ સપના વિદાય થાય છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply