પપ્પા…….✍️️
સવારના પહોરમાં
ત્રણેવ ભાઈ બહેનને
સ્કુલ જવાની ઉતાવળ રહેતી,
અને પપ્પાને નીકળવાનો સમય
થોડો મોડ હોય.
એ સવારમાં ઉઠે, પછી પલંગમાં બેઠાં બેઠાં
ઠંડીમાં એમનો મનગમતો ભાગલપુરી ચોરસો ઓઢી,
હાથમાં ચાયનો કપ પકડી, ઘુંટડા ભરતાં
એ અમારી દોડઘામ અવલોકતા હોય.
હું મનોમન વિચારતી કે
પપ્પાને કેટલી નિરાંત છે.
ત્યારે જાણ નહોતી કે
પછીનો આખ્ખો દિવસ,
તેમને કેટલી દોડધામ રહેતી.
અમારી એ દોડાદોડી, એ ખુશી
એમની કેડનું મોટું ભારણ હતું.
આજે પપ્પાને પૂરો આરામ મળી રહે તેવું બધું જ છે.
પણ પપ્પા ક્યાં?
મને ક્યારેક વિચાર આવે છે કે ,
હું અશાંત છું
શું પપ્પાને તેની જાણ થતી હશે ?
~ રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply