વહેલી સવારે આંખ ખુલી, હજુય સપનાનું ભારણ પોપચા ઉપર દેખાય છે કારણ સપના માં હું 24 વર્ષ પાછા ચાલી હતી
યાદ આવી હતી તમારી સાથેની પહેલી મુલાકાત, એ ફાગણ ની ફૂટતી કુમાશ .
ધબકતા હૈયા એ કીધો હૈયા ને સાદ અને હાથ માં આવ્યો તમારો હાથ
લાગે એ મુલાકાત આજ કાલની હતી
પણ મારી પ્રીત બહુ વર્ષો જૂની હતી
મિલન આપણું પ્રથમ પ્રહરનું હતું
સપનાની મુલાકાત તો રોજની હતી
ઉગ્યો સુરજ સોનેરી આજ આંગણે
આશા ભરી સવાર મારી રોજની હતી
મધ્યાહે મળ્યો આ છાંયડો હથેળી નો
ભીની યાદો કેરી સાંજ રોજની હતી
આભે ખીલ્યો ચંદ્ર રૂપાની થાળી ભરી
આંગણે પ્રીતની વિનોદિની રોજની હતી
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply